અમદાવાદમાં CAA અને NRCનો વિરોધ, મિરઝાપુરમાં પોલીસ પર પથ્થરમારો

જ્યારે પ્રદર્શનકારીઓએ લાલ દરવાજા પાસે એએમટીએસના બસના કાચ તોડ્યા હતા.

ওয়েব ডেস্ক, এবিপি আনন্দ Last Updated: 19 Dec 2019 06:32 PM

প্রেক্ষাপট

અમદાવાદઃ શહેરના લાલદરવાજા અને બનાસકાંઠાના છાપીમાં પ્રદર્શનકારીઓએ સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA)ના વિરોધમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. સરદારબાગ પાસે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો. તે સિવાય મિરઝાપુરમાં પોલીસ પર પથ્થરમારો થતાં બે લોકો ઘાયલ થયા હતા. પોલીસે 15થી વધુ લોકોની અટકાયત કરી હતી.  જ્યારે પ્રદર્શનકારીઓએ લાલ દરવાજા પાસે એએમટીએસના બસના કાચ તોડ્યા હતા. મોટી સંખ્યામાં એકઠા થયેલા ટોળાને વિખેરવા માટે પોલીસને હળવો લાઠીચાર્જ કરવાની જરૂર પડી હતી. હાલ અનેક સ્થળોએ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગોઠવાઈ ગયો છે. જોકે, હાલ પરિસ્થિતિ સંપૂર્ણ રીતે કાબૂમાં છે.

તે સિવાય હિંસક પ્રદર્શનની આશંકાને પગલે લાલ દરવાજા વિસ્તારમાં આવેલા રીલિફ રોડ અને તેની આસપાસના વિસ્તારોની દુકાનો બંધ કરીને વેપારીઓ ભાગી ગયા હતા. જ્યારે રાજકોટ, વડોદરા, સુરતમાં બંધની નહીવત અસર છે. સીએએના વિરોધમાં  ગોધરા મુસ્લિમ સમાજ દ્વારા અપાયું ગોધરા બંધનું એલાન અપાયું છે. જેને પગલે ગોધરાના મુસ્લિમ બજારો આજે સજ્જડ બંધ છે. ગોધરાના પોલન બજાર, ગોન્દ્રા વિસ્તારમાં આવેલ દુકાનો બહાર બિલના વિરોધ કરતા પોસ્ટર લગાવી વિરોધ કરાયો છે

શહેરનાં સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષાના કારણોસર પેટ્રોલિંગ અને અન્ય ટીમો તૈનાત કરી દેવાઇ છે. સાથે તમામ પોલીસ અધિકારીઓને તેમના વિસ્તારમાં હાજર રહેવા માટે આદેશ આપી દેવાયા છે. બીજી તરફ હિંમતનગરના સવગઢ, પાણપુરપાટિયા, મલીવાડ, ઝહીરાબાદ જેવા વિસ્તારો સજ્જડ બંધ રહ્યા છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.