અમદાવાદમાં CAA અને NRCનો વિરોધ, શાહઆલમમાં પોલીસ પર પથ્થરમારો, ટિયરગેસના શેલ છોડાયા
જ્યારે પ્રદર્શનકારીઓએ લાલ દરવાજા પાસે એએમટીએસના બસના કાચ તોડ્યા હતા.
ওয়েব ডেস্ক, এবিপি আনন্দ Last Updated: 19 Dec 2019 10:21 PM
প্রেক্ষাপট
અમદાવાદઃ શહેરના લાલદરવાજા અને બનાસકાંઠાના છાપીમાં પ્રદર્શનકારીઓએ સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA)ના વિરોધમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. સરદારબાગ પાસે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો....More
અમદાવાદઃ શહેરના લાલદરવાજા અને બનાસકાંઠાના છાપીમાં પ્રદર્શનકારીઓએ સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA)ના વિરોધમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. સરદારબાગ પાસે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો. તે સિવાય મિરઝાપુરમાં પોલીસ પર પથ્થરમારો થતાં બે લોકો ઘાયલ થયા હતા. પોલીસે 15થી વધુ લોકોની અટકાયત કરી હતી. જ્યારે પ્રદર્શનકારીઓએ લાલ દરવાજા પાસે એએમટીએસના બસના કાચ તોડ્યા હતા. મોટી સંખ્યામાં એકઠા થયેલા ટોળાને વિખેરવા માટે પોલીસને હળવો લાઠીચાર્જ કરવાની જરૂર પડી હતી. હાલ અનેક સ્થળોએ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગોઠવાઈ ગયો છે. જોકે, હાલ પરિસ્થિતિ સંપૂર્ણ રીતે કાબૂમાં છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અમદાવાદના શાહઆલમમાં પણ તોફાની તત્ત્વોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પ્રદર્શનકારીઓના પથ્થરમારાના કારણે 12 જેટલા પોલીસ કર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. પ્રદર્શનકારીઓને કાબુમાં લેવા માટે પોલીસને ટીયરગેસના શેલ છોડવા પડ્યા હતા.
અમદાવાદના શાહઆલમમાં પણ તોફાની તત્ત્વોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પ્રદર્શનકારીઓના પથ્થરમારાના કારણે 12 જેટલા પોલીસ કર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. પ્રદર્શનકારીઓને કાબુમાં લેવા માટે પોલીસને ટીયરગેસના શેલ છોડવા પડ્યા હતા.