ગુજરાત પેટાચૂંટણીઃ પક્ષપલટો કરી ભાજપમાં જોડાયેલા અલ્પેશ, ધવલસિંહની હાર, થરાદમાં કોંગ્રેસની જીત; લુણાવાડા, ખેરાલુમાં ભાજપનો ભગવો લહેરાયો

ગુજરાતની છ બેઠકો માટે 21 ઓક્ટોબરે યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે.

ওয়েব ডেস্ক, এবিপি আনন্দ Last Updated: 24 Oct 2019 03:14 PM
રાધનપુર બેઠક પર કોંગ્રેસના રઘુ દેસાઈની જીત, કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયેલા અલ્પેશ ઠાકોરની હાર
17 રાઉન્ડ બાદ અમરાઇવાડી ભાજપના ઉમેદવાર 2521 મતથી આગળ, ભાજપે પ્રથમ વખત લીધી લીડ
લુણાવાડા બેઠક પર ભાજપના ઉમેદવાર જિગ્નેશ સેવકની જીત, કોંગ્રેસ ગુલાબસિંહ ચૌહાણની હાર
રાધનપુર ગોચનાદના બુથ નંબર 2 માં તમામ 170 મત ભાજપને મળતા કોંગ્રેસના રઘુ દેસાઈ એ કરી અરજી
બનાસકાંઠા જિલ્લામાં ભાજપે વધુ એક બેઠક ગુમાવી, ૨૦૧૭માં જીતેલી થરાદ બેઠક પેટાચૂંટણીમાં ગુમાવી
ત્રેવીસમા રાઉન્ડના અંતે લુણાવાડા બેઠક પર ભાજપના ઉમેદવાર 13915 મતથી આગળ, જીત નિશ્ચિત
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કરેલું ટ્વિટ
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કરેલું ટ્વિટ
થરાદ બેઠક પર કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતની 6420 મતથી જીત, ભાજપના ઉમેદવાર જીવરાજભાઈ પટેલની હાર
થરાદ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર 6000 મતથી આગળ
18મા રાઉન્ડના અંતે લુણાવાડા બેઠક પર ભાજપના ઉમેદવાર 16275 મતથી આગળ
થરાદમા કોગ્રેસના ઉમેદવાર ગુલાબસિહ રાજપુત ૩૦૦૦ વોટથી આગળ
બાયડમાં કોંગ્રેસના કાર્યકરોએ મનાવી દિવાળી, ધવલસિંહ ઝાલાનો બોલાવ્યો હુરિયો
16માં રાઉંડના અંતે લુણાવાડા બેઠક પર ભાજપના ઉમેદવાર 16000 મતથી આગળ
બાયડ બેઠક પર ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલાનો પરાજય થયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, બાયડ બેઠક પર હારની સત્તાવાર જાહેર થવાની બાકી છે. હારનું અંતર 700 વોટની આસપાસ હોઈ શકે છે.
અગિયારમાં રાઉન્ડના અંતે લુણાવાડા બેઠક પર ભાજપના ઉમેદવાર 13017 મતથી મત થી આગળ
રાધનપુર આઠમા રાઉન્ડ અંતે 6522 મતથી કોંગ્રેસના રઘુભાઈ દેસાઈ આગળ
અમરાઈવાડી 5 રાઉન્ડની મતગણતરી પૂર્ણ, કોંગ્રેસના ધર્મેન્દ્ર પટેલ 5273 મતોથી આગળ, ભાજપના જગદીશ પટેલને 10,013 મત મળ્યા, કોંગ્રેસના ધર્મેન્દ્ર પટેલને 15,286 મત મળ્યા

બાયડ ચૂંટણી ૨૧મો રાઉન્ડ પૂર્ણ, ૨૫૦ મતથી કોંગ્રસના જશુભાઈ પટેલ આગળ
ખેરાલુ બેઠકનું પરિણામ આવી ગયું છે. ખેરાલુ બેઠક પર ભાજપના ઉમેદવાર અજમલજી ઠાકોરનો વિજય થયો છે. અજમલજીનો કોંગ્રેસના ઉમેદવાર સામે 25414 મતથી વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના બાબુજી ઠાકોરનો પરાજય થયો છે.
બાયડ ૧૭મો રાઉન્ડ પૂર્ણ, ૪૧૬૧ મતથી કોંગ્રસના જશુભાઈ પટેલ આગળ
અમરાઇવાડી ચોથા રાઉન્ડ સુધી ભાજપ ૧૩૦૦ મતથી પાછળ
થરાદ બેઠક પર ચાર રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર જીવરાજ પટેલ 2633 મતથી આગળ
બાયડ ચૂંટણી દસમોં રાઉન્ડ પૂર્ણ, ૭૦૦૦ મતથી કોંગ્રસના જશુભાઈ પટેલ આગળ
બાયડ ચૂંટણી દસમોં રાઉન્ડ પૂર્ણ, ૭૦૦૦ મતથી કોંગ્રસના જશુભાઈ પટેલ આગળ
બીજા રાઉન્ડના અંતે લુણાવાડા બેઠક પર ભાજપના ઉમેદવાર મતથી 2857 મત થી આગળ
બાયડ નવમો રાઉન્ડ પૂર્ણ, 6500 મતથી કોંગ્રેસના ઉમેદવાદ જશુભાઈ પટેલ આગળ
અમરાઈવાડી, બાયડ, રાધનપુરમાં કોંગ્રેસ આગળ, થરાદ, લુણાવાડા, ખેરાલુમાં ભાજપ આગળ
ખેરાલુ ભાજપના ઉમેદવાર 7માં રાઉન્ડના અંતે 7199 મત થી આગળ
લુણાવાડામાં પ્રથમ રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર જીગ્નેશ સેવક 1860 મતથી આગળ
બાયડ: પાંચમો રાઉન્ડ પૂર્ણ, ૫૧૭૭ મતે કૉંગેસના જશુભાઈ પટેલ આગળ
લુણાવાડાની પેટાચૂંટણીની મતગણતરી વખતે EVMમાં ખામી સર્જાઈ, ઉમેદવારોમાં ચિંતા, ખામી સુધારવા તંત્રમાં દોડધામ
બાયડ ચોથા રાઉન્ડની ગણતરી પૂર્ણ, કોગ્રેસ ઉમેદવાર જશુભાઈ પટેલ ૩૯૭૪ મતથી આગળ
અમરાઈવાડી બેઠક પર પ્રથમ રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલ 613 મતથી આગળ
લુણાવાડા બેઠક પર કોંગ્રેસ આગળ
રાધનપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર 796 મતથી પાછળ
બાયડ બેઠક પર બીજા રાઉન્ડના અંતે કોંગ્રેસ ૨૨૦૦ મતથી આગળ
ખેરાલુ બીજા રાઉન્ડ ના અંતે ભાજપ 1723 મત થી આગળ
અમરાઈવાડી બેઠક પર ભાજપના જગદીશ પટેલ આગળ ચાલી રહ્યા છે
ખેરાલુ બેઠક પર પ્રથમ રાઉન્ડમાં ભાજપ આગળ
થરાદ બેઠક પર ભાજપ આગળ
રાધનપુર પ્રથમ રાઉન્ડમાં કોંગ્રેસનું ખાતું ખુલ્યું, 900 મતથી આગળ
6 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે પોસ્ટલ બેલેટની ગણતરીની થઈ શરૂઆત
લુણાવાડા પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને એનસીપી એમ ત્રણ ઉમેદવારોના ભાવિનો થશે ફેંસલો
અમરાઈવાડી બેઠક પરના ભાજપના ઉમેદવાર જગદીશ પટેલ વ્યક્ત કર્યો જીતનો વિશ્વાસ..
બાયડ કોંગ્રેસ ઉમેદવાર જશુભાઈ પહોંચ્યા મત ગણતરી કેન્દ્ર પર પહોંચ્યા, 10.30 સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જવાનો કર્યો દાવો
રાધનપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર મતગણતરી સેન્ટર પહોંચ્યા, જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
ગુજરાતની 6 વિધાનસભાની પેટા ચૂંટણી પૈકી સૌથી વધુ થરાદ બેઠક પર 68.95 ટકા થયુ હતુ મતદાન
ખેરાલુ બેઠક પર ભાજપના ઉમેદવાર અજમલજી ઠાકોરે પરિણામ પહેલા જીતનો કર્યો દાવો
કેમ યોજાઈ હતી પેટા ચૂંટણીઃ (1) અમરાઈવાડી બેઠક : ભાજપના ધારાસભ્ય હસમુખભાઈ પટેલ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી હતી. (2) લુણાવાડા બેઠક : ભાજપના ધારાસભ્ય રતનસિંહ રાઠોડ પંચમહાલ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી હતી. (3) ખેરાલુ બેઠક : ભાજપના ભરતસિંહ ડાભી પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી હતી. (4) થરાદ બેઠક : ભાજપના ઉમેદવાર પરબત પટેલ બનાસકાંઠા લોકસભા બેઠકમાં વિજેતા બનતા બેઠક ખાલી પડી હતી. (5) બાયડ બેઠક : કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા રાજીનામું આપીને ભાજપમાં જોડાતા બેઠક ખાલી પડી હતી. (6) રાધનપુર બેઠક : કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર રાજીનામું આપીને ભાજપમાં જોડાતા બેઠક ખાલી પડી હતી.
ગુજરાતની છ બેઠકો માટે 21 ઓક્ટોબરે યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. જેમાં સૌની નજર રાધનપુર બેઠક પર છે. કોંગ્રેસનો પંજો છોડી ભાજપનો કેસરિયો ધારણ કરનાર અલ્પેશ ઠાકોર આ બેઠક પરથી પેટા ચૂંટણી લડી રહ્યો છે.

প্রেক্ষাপট

અમદાવાદઃ ગુજરાતની છ બેઠકો માટે 21 ઓક્ટોબરે યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં ત્રણ બેઠકના પરિણામ જાહેર થયા છે.  જેમાં કોંગ્રેસે બે અને ભાજપે એક બેઠક જીતી છે. કોંગ્રેસ છોડી ભાજપમાં ભળી ગયેલા ધવલસિંહ ઝાલાની બાયડ બેઠક પરથી કારમી હાર થઈ છે. પરંતુ સૌની નજર રાધનપુર બેઠક પર છે. કોંગ્રેસનો પંજો છોડી ભાજપનો કેસરિયો ધારણ કરનાર અલ્પેશ ઠાકોર આ બેઠક પરથી પેટા ચૂંટણી લડી રહ્યો છે અને લોકોએ તેને સ્વીકાર્યો નથી.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.