INDvBAN Day-Night Test: ભારતીય બોલરોનો તરખાટ, બાંગ્લાદેશ 106 રનમાં ઓલઆઉટ, ઇશાંતની પાંચ વિકેટ

ભારત અને બાંગ્લાદેશ પ્રથમ વખત ડે-નાઈટ ટેસ્ટ રમી રહ્યાં છે ટેસ્ટ ક્રિકેટની 12મી ડે-નાઈટ ટેસ્ટ છે

ওয়েব ডেস্ক, এবিপি আনন্দ Last Updated: 22 Nov 2019 04:51 PM
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કોલકત્તાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ઐતિહાસિક ડે-નાઇટ ટેસ્ટ મેચ રમાઇ રહી છે. ભારતીય બોલરોના તરખાટથી બાંગ્લાદેશ પ્રથમ ઇનિંગમાં 106 રનમાં ઓલઆઉટ થઇ ગઇ છે. ઇશાંત શર્માએ પાંચ, ઉમેશ યાદવે ત્રણ વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશ તરફથી શાદમાન ઇસ્લામે 29 રનની ઇનિંગ રમી હતી. જ્યારે લિટન દાસ 24 રન બનાવી રિટાયર્ડ હર્ટ થયો હતો. તેના સ્થાને સબ્સ્ટિટૂટ તરીકે મેહદી હસન મિરાજ બેટિંગ માટે આવ્યો હતો.
19.4 ઓવરઃ બાંગ્લાદેશને છઠ્ઠો ઝટકો, - ઇશાંત શર્માએ મહમુદ્દુલ્લાને (6 રન) સાહાના હાથમાં ઝીલાવી દીધો, સ્કૉર 60/6
બાંગ્લાદેશ ટીમ 17.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 53 રને પહોંચ્યુ, ભારતીય ફાસ્ટ બૉલરોએ તરખાટ મચાવતા- ઉમેશ યાદવે 3 અને ઇશાંત-શમીએ 1-1 વિકેટ ઝડપી
ઉમેશ યાદવે ભારતે પાંચમી સફળતા અપાવી, ઉમેશે 14.2 ઓવરમાં શદામન ઇસ્લામને 29 રને સ્ટમ્પની પાછળ સાહાના હાથમાં ઝીલાવી દીધો, બાંગ્લાદેશ 14.4 ઓવરમાં 42/5
બાંગ્લાદેશ તરફથી ઓપનર ઇસ્લામ 21 રન અને મુશ્ફિકૂર રહીમ (0) રને ક્રિેઝ પર છે, ભારત તરફથી ઇશાંત એક અને ઉમેશ 2 વિકેટ લઇ ચૂક્યા છે
ભારતીય ફાસ્ટ બૉલરોએ તરખાટ મચાવ્યો છે, ઇશાંત-ઉમેશ બાદ હવે શમીએ પોતાની ઓવરમાં મુશ્ફિકૂર રહીમને 0 રને બૉલ્ડ માર્યો. બાંગ્લાદેશનો સ્કૉર 11.5 ઓવરમાં 26/4
ઉમેશે ઇનિંગની 11મી ઓવરમાં વિકેટો ઝડપી, ઉમેશે 11મી ઓવરના પહેલા બૉલ પર કેપ્ટન મોમિનૂલ હક (0) અને ત્રીજા બૉલ પર મોહમ્મદ મિથુનને (0) બૉલ્ડ કર્યો હતો
બાંગ્લાદેશને ત્રીજો ઝટકો લાગ્યો છે, ઉમેશ યાદવે એક જ ઓવરમાં બે વિકટો ઝડપી, (કેપ્ટન મોનિમૂન હક અને મોહમ્મદ મિથુન)
10 ઓવરના અંતે બાંગ્લાદેશના 1 વિકેટે 17 રન, શદમાન ઇસ્લામ 12 રન અને કેપ્ટન મોનિમૂન હક 0 રને રમતમાં
10 ઓવરના અંતે બાંગ્લાદેશના 1 વિકેટે 17 રન, શદમાન ઇસ્લામ 12 રન અને કેપ્ટન મોનિમૂન હક 0 રને રમતમાં
ભારતીય ફાસ્ટ બૉલર ઇશાંતે શર્માએ પિન્ક બૉલથી ભારતને પહેલી સફળતા અપાવી છે, ઇશાંતે ઇમરુલ કાએસને 4 રનના અંગત સ્કૉરે એલબીડબલ્યૂ આઉટ કર્યો, ટીમનો સ્કૉર 7.1 ઓવરમાં 15/1
ભારતીય ફાસ્ટ બૉલર ઇશાંતે શર્માએ પિન્ક બૉલથી ભારતને પહેલી સફળતા અપાવી છે, ઇશાંતે ઇમરુલ કાએસને 4 રનના અંગત સ્કૉરે એલબીડબલ્યૂ આઉટ કર્યો, ટીમનો સ્કૉર 7.1 ઓવરમાં 15/1
INDvBAN Day-Night Test: બાંગ્લાદેશને પહેલો ઝટકો, ઇમરુલ કાએસને ઇશાન્ત શર્માએ આઉટ કર્યો
શદમાન ઇસ્લામ અને ઇમરૂને 15 રનની પાર્ટનશીપ બનાવી, શદમાન 10 રન અને કાએસ 5 રને રમતમાં, ટીમનો સ્કૉર 6 ઓવરમાં 15 રન
બાંગ્લાદેશ તરફથી ઓપનર શદમાન ઇસ્લામ અને ઇમરુન કાએસ મેદાન પર બેટિંગ માટે આવ્યા
ભારતીય ટીમઃ- વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, અજિંક્યે રહાણે, રવિન્દ્ર જાડેજા, રિદ્ધિમાન સાહા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, ઇશાન્ત શર્મા.
ભારતીય ટીમઃ- વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, અજિંક્યે રહાણે, રવિન્દ્ર જાડેજા, રિદ્ધિમાન સાહા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, ઇશાન્ત શર્મા.
બાંગ્લાદેશની ટીમઃ- ઇમરુલ કાએસ, શાદમાન ઇસ્લામ, મોહમ્મદ મિથુન, મોમિનુલ હક (કેપ્ટન), મુશ્ફિકુર રહીમ, મહમુદુલ્લાહ રિયાદ, લિટન દાસ, નઇમ હસનૈન, અલ અમીન હૂસેન, અબુ જાયેદ, ઇબાદત હૂસેન.
બાંગ્લાદેશની ટીમઃ- ઇમરુલ કાએસ, શાદમાન ઇસ્લામ, મોહમ્મદ મિથુન, મોમિનુલ હક (કેપ્ટન), મુશ્ફિકુર રહીમ, મહમુદુલ્લાહ રિયાદ, લિટન દાસ, નઇમ હસનૈન, અલ અમીન હૂસેન, અબુ જાયેદ, ઇબાદત હૂસેન.
ડે-નાઈટ મેચમાં શું છે ખાસ?
– ભારત અને બાંગ્લાદેશ પ્રથમ વખત ડે-નાઈટ ટેસ્ટ રમી રહ્યાં છે ટેસ્ટ ક્રિકેટની 12મી ડે-નાઈટ ટેસ્ટ છે.
– મેચ બપોરે 1.00 વાગ્યે શરૂ થઇને રાત્રે 8.00 વાગ્યે પુરી થશે.
– મેચમાં પ્રથમ બ્રેક બપોરે 3.00 વાગ્યે, બીજુ સેશન બપોરે 3.40 વાગ્યે શરૂ થશે. બીજો બ્રેક 5.40 વાગ્યે હશે અને અંતિમ સત્ર સાંજે 6.00 વાગ્યે શરૂ થશે.
– મેચમાં એસજીનો ગુલાબી બોલ ઉપયોગમાં કરાઇ રહ્યો છે, બીસીસીઆઈએ આ માટે એસજીને 72 ગુલાબી બોલનો ઓર્ડર આપ્યો હતો.
– આર્મીના પેરાટ્રુપર્સ ઈડન ગાર્ડન્સમાં ઉડ્યા અને કેપ્ટન વિરાટ કોહલી અને મોમિનુલ હકને ટૉસ અગાઉ પિન્ક બોલ સોંપ્યા હતા.
– સ્ટેડિયમની નજીક એક વિશાળ પિન્ક બલૂન રહેશે જે મેચના અંત સુધી ત્યાં જોવા મળશે.
– શહિદ મિનાર અને કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન (કેએમસી)ના કેટલાક પાર્કમાં પિન્ક લાઈટ કરવામાં આવશે.
– આ ડે-નાઈટ ટેસ્ટ માટે પિન્કુ અને ટિન્કુ બે સત્તાવાર મેસ્કોટ રહેશે.
– મેચના પ્રથમ ત્રણ દિવસ માટે કુલ 65,000 ટિકિટો વેચાઈ ગઈ છે.

ભારત અને બાંગ્લાદેશ બન્ને ક્રિકેટ ટીમો આજે ઐતિહાસિક ટેસ્ટ મેચ રમી રહી છે, કોલકત્તાના ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં બન્ને ટીમો આજે પોતાની પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મેચ રમી રહી છે. ડે-નાઇટ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશની ટીમે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે, વળી ભારતીય ટીમને પહેલા ફિલ્ડિંગમાં ઉતરવાનો મોકો મળ્યો છે.
ભારતે ટૉસ જીત્યો, પહેલા બેટિંગ કરવાનો નિર્ણય, ટીમ ઇન્ડિયામાં કોઇ ફેરફાર નહીં

প্রেক্ষাপট

નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ બન્ને ક્રિકેટ ટીમો આજે ઐતિહાસિક ટેસ્ટ મેચ રમી રહી છે, કોલકત્તાના ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં બન્ને ટીમો આજે પોતાની પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મેચ રમી રહી છે. ડે-નાઇટ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશની ટીમે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે, વળી ભારતીય ટીમને પહેલા ફિલ્ડિંગમાં ઉતરવાનો મોકો મળ્યો છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.