ગુજરાત પેટા ચૂંટણી 2019: થોડીવારમાં શરૂ થશે મત ગણતરી, અલ્પેશ ઠાકોરના ભાવિનો થશે ફેંસલો

ગુજરાતની છ બેઠકો માટે 21 ઓક્ટોબરે યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. જેમાં સૌની નજર રાધનપુર બેઠક પર છે. કોં

ওয়েব ডেস্ক, এবিপি আনন্দ Last Updated: 24 Oct 2019 07:14 AM
કેમ યોજાઈ હતી પેટા ચૂંટણીઃ (1) અમરાઈવાડી બેઠક : ભાજપના ધારાસભ્ય હસમુખભાઈ પટેલ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી હતી. (2) લુણાવાડા બેઠક : ભાજપના ધારાસભ્ય રતનસિંહ રાઠોડ પંચમહાલ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી હતી. (3) ખેરાલુ બેઠક : ભાજપના ભરતસિંહ ડાભી પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી હતી. (4) થરાદ બેઠક : ભાજપના ઉમેદવાર પરબત પટેલ બનાસકાંઠા લોકસભા બેઠકમાં વિજેતા બનતા બેઠક ખાલી પડી હતી. (5) બાયડ બેઠક : કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા રાજીનામું આપીને ભાજપમાં જોડાતા બેઠક ખાલી પડી હતી. (6) રાધનપુર બેઠક : કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર રાજીનામું આપીને ભાજપમાં જોડાતા બેઠક ખાલી પડી હતી.
વિધાનસભા પેટા ચૂંટણીઓની મતગણતરી દરમિયાન 6 બેઠકો ઉપર કુલ 613 અધિકારીઓ અને કર્મચારીઓની હાજરી રહેશે.મતગણતરી કેન્દ્રો ખાતે પોલીસની સુરક્ષાની થ્રી લેયર સિકયોરીટી રાખવામાં આવશે.

প্রেক্ষাপট

અમદાવાદઃ ગુજરાતની છ બેઠકો માટે 21 ઓક્ટોબરે યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. જેમાં સૌની નજર રાધનપુર બેઠક પર છે. કોંગ્રેસનો પંજો છોડી ભાજપનો કેસરિયો ધારણ કરનાર અલ્પેશ ઠાકોર આ બેઠક પરથી પેટા ચૂંટણી લડી રહ્યો છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.