મહારાષ્ટ્રમાં લાગુ થયું રાષ્ટ્રપતિ શાસન, કેબિનેટની ભલામણ બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આપી મંજૂરી

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ 19 દિવસના નાટકીય ઘટનાક્રમ પછી રાષ્ટ્રપતિ શાસન લાગી ગયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાનસની ભલામણને મંજૂરી આપી દીધી છે. આ પહેલા રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાજ્યની વર્તમાન સ્થિતિનો રિપોર્ટ કેન્દ્રને મોકલ્યો હતો. રિપોર્ટમાં કહ્યું હતું કે, બંધારણ મુજબ રાજ્યમાં સરકાર બની શકે તેમ નથી. જે બાદ તેમણે રિપોર્ટમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણ કરી હતી. મોદી કેબિનેટે આ ભલામણને મંજૂરી આપી દીધી હતી, જે બાદ ગૃહમંત્રાલયે આ ફાઇલ રાષ્ટ્રપતિને મોકલી હતી. રાષ્ટ્રપતિએ રાજ્યમાં બંધારણની કલમ 356 અંતર્ગત રાષ્ટ્રપતિ શાસન લાગુ કર્યુ છે.

ওয়েব ডেস্ক, এবিপি আনন্দ Last Updated: 12 Nov 2019 09:54 PM

প্রেক্ষাপট

મુંબઈઃ મહારાષ્ટ્રમાં છેલ્લા 20 દિવસથી કોણ સરકાર બનાવશે તેવા સસ્પેન્સની વચ્ચે રાજ્યપાલે રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ભલામણ કરી હતી. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી દ્વારા રાષ્ટ્રપતિ શાસન લગાવવાની કરવામાં આવેલી ભલામણને કેન્દ્રીય...More

મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા પર નિરાશા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, રાજ્યની જનતાએ સ્પષ્ટ બહુમત આપ્યો છે. તેમ છતાં રાજયમાં કોઇપણ પાર્ટીની સરકાર ન બનવી અને રાષ્ટ્રપતિ શાસન લગાવવું દુર્ભાગ્યપૂર્ણ છે. રાજ્યમાં જલદી સ્થિર સરકાર બનશે તેવી આશા વ્યક્ત કરી હતી. જોકે તેમણે રાજ્યમાં કઈ પાર્ટીની સરકાર બનશે તે સ્પષ્ટ કર્યું નહોતું.