મહારાષ્ટ્રઃ શિવસેના, NCP, કોંગ્રેસના 162 ધારાસભ્યોએ શું લીધા શપથ ? જાણો વિગત
મહારાષ્ટ્રમાં ચાલતા રાજકીય ધમાસાણ વચ્ચે આજે સાંજે મુંબઈની હોટલ હયાતમાં શિવસેના, એનસીપી, કોંગ્રેસના 162 ધારાસભ્યોની મીડિયા સમક્ષ પરેડ કરાવવામાં આવી હતી. ધારાસભ્યોને સોનિયા ગાંધી, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેનું નામ લઈ તેઓ પાર્ટીને વફાદાર રહેશે અને ભાજપને સમર્થન નહીં કરે તેવા શપથ લેવડાવવામાં આવ્યા હતા.
ওয়েব ডেস্ক, এবিপি আনন্দ
Last Updated:
25 Nov 2019 08:39 PM
સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમીએ કહ્યું, ફ્લોર ટેસ્ટમાં પણ અમે એકજૂથ રહીશું. જેટલા ધારાસભ્યો ત્યાં હાજર હતા તેમાંથી કોઈપણ આડા-અવળા નહીં થાય. અજીત પવારને અભિનંદન આપતા કહ્યું તમારું કામ થઈ ગયું, તમામ કેસ રદ થઈ ગયા. હવે આવી જાવ અને કાકા સાથે સરકાર બનાવી દો.
ભાજપ નેતા આશીષ સેલ્લારે બાદ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, ધારાસભ્યોની પરેડએ ચૂંટાયેલા પ્રતિનિધિઓનું અપમાન છે. આજે જ્યારે તમે કસમ ખાધી કે અમે સોનિયા ગાંધીનું નેતૃત્વ સ્વીકાર છે તે બાલાસાહેબ ઠાકરેનું સૌથી મોટું અપમાન છે.

નવાબ મલિકે ભાજપ પર પ્રહાર કહ્યું કે, તમારી પાર્ટીમાં 70 ધારાસભ્યો એવા છે જેઓ ક્યારેક કોંગ્રેસ કે એનસીપીમાં હતા. પવાર સાહેબ ઈશારો કરે તો સીટ છોડી દે. તોડજોડની રાજનીતિ પર ઉતરીશું તો ભાજપને ખાલી કરી દઈશું. તમારે ઈજ્જત બચાવવી હોય તો રાજીનામું આપી દેવું જોઈએ.
શિવસેના પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું, કાલે ફ્લોર ટેસ્ટને લઈ સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી જશે. જે બાદ સ્થિતિ પણ સ્પષ્ટ થઈ જશે. આજનો માહોલ તો સમગ્ર દેશે જોઈ લીધો છે.
જયંત પાટીલે કહ્યું, ફડણવીસની સરકાર બહુમત સાબિત નહીં કરી શકે. રાજ્યપાલ અમને સરકાર બનાવવા આમંત્રણ આપશે તેવી આશા છે.
મુંબઈની હોટલ હયાતમાં શિવસેના-કોંગ્રેસ-એનસીપીના ધારાસભ્યોને ઉદ્ધવ ઠાકરે, સોનિયા ગાંધી અને શરદ પવાર તથા તેમની પાર્ટીના નામની કસમ અપાવીને સોગંધ લેવાડાવામાં આવીને કોઈપણ ધારાસભ્ય ભાજપને ફાયદો થાય તેવું નહીં કરે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું. આ અવસર પર બાબા સાહેબ આંબેડકર અને છત્રપતિ શિવાજી મહારાજના પણ નારા લાગ્યા હતા.

હવે તો શિવસેના પણ અમારી સાથે આવી ગઈ છે. જે આ લોકોને સબક શીખવાડવા પૂરતું છે. બીજેપીએ અનૈતિક રીતે જે સરકાર બનાવી છે તેનાથી મહારાષ્ટ્રના લોકો ખુશ નથી : શરદ પવાર
કોઈપણ પાર્ટીની વિરુદ્ધમાં નહીં જાય. અજીત પવાર સાથે નહીં જાય આ વાતની જવાબદારી મારી છે. આપણા ધારાસભ્યો સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ તૈયાર રહે : શરદ પવાર
તમામ 162 ધારાસભ્યોએ તૈયાર રહેવાનું છે અને અમે રાજ્યપાલને પણ જણાવી દીધું છે. નવા ધારાસભ્યોને તોડવાની કોશિશ કરવામાં આવી છે. અજીત પવારે બીજેપી સાથે સરકાર બનાવવાની પહેલ કરી. જે પાર્ટીનો નિર્ણય નથી. અજીતને અમે પાર્ટીના નેતા પદેથી હટાવી દીધો છે અને હવે તેની પાસે નિર્ણય લેવાનો કોઈ અધિકાર નથીઃ શરદ પવાર

NCP પ્રમુખ શરદ પવારે ધારાસભ્યોને સંબોધતા કહ્યું કે, અનૈતિક રીતે દેશમાં સરકાર બનાવવાની પ્રક્રિયા ભાજપે શરૂ કરી છે. તેણે મહારાષ્ટ્રમાં આ રીતે સરકાર બનાવી છે, આ પહેલા કર્ણાટક અને મણિપુરમાં આવું જ કર્યુ હતું.
અમે લોકો માત્ર 5 વર્ષ માટે સાથે નથી આવ્યા. આગામી 10-15 વર્ષ માટે આવ્યા છીએ. અમે રાજ્યમાં તેની શરૂઆત કરી છે. હવે અમે શિવાજીનો સાથે ઝંડો લઈને મહારાષ્ટ્રની બહાર પણ નીકળીશુ. હવે તો મિત્રો વધી ગયા છે, જેટલા રોકશો તેટલા મજબૂત થઈશુઃ ઉદ્ધવ ઠાકરે

શિવસેનાના પ્રમુખ ઉદ્વવ ઠાકરેએ કહ્યું, મેં ફોટોગ્રાફરને પૂછ્યું કે તમામનો ફોટો સાથે આવી રહ્યો છે. તેમણે કહ્યું આટલા બધા લોકો એક ફ્રેમમાં ન આવી શકે, અમારો ભરોસો સત્ય મેવ જયતે માં છે.
મુંબઈની હોટલમાં શિવસેના-એનસીપી-કોંગ્રેસના શક્તિપ્રદર્શન દરમિયાન કોંગ્રેસના નેતા અશોક ચવ્હાણે કહ્યું, અમે સરકાર બનાવીશું. અમારી પાસે 162 ધારાસભ્યોનું સમર્થન છે.

NCP નેતા જિતેન્દ્ર અવહાદે ધારાસભ્યોને કહ્યું કે, અહીં જ શપથ લેવાના છે.
કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે અને અશોક ચવ્વાણ પણ પહોંચ્યા. શિવસેના, એનસીપી, કોંગ્રેસ ત્રણેય પક્ષના ટોચના નેતા પહોંચી ચુક્યા છે.

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પુત્ર આદિત્ય સાથે પહોંચ્યા. ધારાસભ્યોએ હોટલમાં મહા વિકાસ અઘાડી માટે સૂત્રોચ્ચાર કર્યો.
ધારસભ્યો ધીમે ધીમે એકત્ર થવા લાગ્યા
એનસીપીના પ્રમુખ શરદ પવાર તેમની પુત્રી સુપ્રિયા સુલે સાથે આવ્યા

હાલ ત્રણેય પક્ષના ધારાસભ્યોને અલગ-અલગ હોટલમાં રાખવામાં આવ્યા છે. શિવસેના, કોંગ્રેસ અને એનસીપી તેમના ધારાસભ્યો પર નજર રાખી રહ્યા છે.

প্রেক্ষাপট
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ગતિવિધિ વચ્ચે શિવસેના, એનસીપી અને કોંગ્રેસના 162 ધારાસભ્યોની પરેડ કરાવવામાં આવશે. આ માટે હોટલ હયાતમાં ધારાસભ્યો પહોંચવા લાગ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -